/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/4-4.jpg)
જંબુસર પંથકમાં સહકારી ક્ષેત્રે અગ્રિમ ગણાતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બાકી રહેલ મુદ્દતને ધ્યાનમાં રાખી નવા ચેરમેનની વરણી બાબતે જિલ્લા રજીસ્ટ્રાર અરૂણકુમાર ચૌધરીની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી.
મિટિંગ દરમિયાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય અને વર્તમાન ચેરમેન તરીકે સંજય સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કોઈ અન્ય ડિરેક્ટરે ચેરમેન તરીકે ઉમેદવારી નહીં નોંધાવતાં સભાના અધક્ષ્ય દ્વારા સંજય સોલંકીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કર્યા હતા. ધારાસભ્ય સંજય સોલંકી પુનઃ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચેરમેન થતાં સ્થાનિક અગ્રણીઓ સહિત રાજકીય આગેવાનોએ તેમને આવકાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.