Connect Gujarat
ગુજરાત

"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!", સાંસદ વસાવાએ ફરીથી ભાંગરો વાટ્યો

પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!, સાંસદ વસાવાએ ફરીથી ભાંગરો વાટ્યો
X

ભરૂચ ખાતે યોજાયેલા સ્વચ્છતા પખવાડિયાના કાર્યક્રમ દરમિયાન હળવાશના મૂડમાં બોલવા જતાં કેમેરામાં કેદ થયા

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા અવાર નવાર તેમનાં ઉચ્ચારણોને કારણે અનાયાસે વિવાદમાં આવી જાય છે. ગુજરાતમાં દારૂબંધી ચાલી રહી છે અને રાજ્યમાં હાલ ભાજપની સરકાર છે ત્યારે ભાજપનાં આ સાંસદ મોટા ભાગે દારૂનાં નિવેદનને લઈને વધુ ચર્ચામાં રહેતા હોય છે. આજરોજ ભરૂચ ખાતે યોજાયેલા સ્વચ્છતા પખવાડાનાં કાર્યક્રમમાં વધુ એક વખત દારૂનાં નિવેદનને લઈને કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે તેમનો કહેવાનો ઈરાદો કોઈને ટાર્ગેટ કરવાનો નહોતો પરંતુ સાંસદ તરીકે તેમનાં મુખેથી કહેવાયેલા આ શબ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી એખ વખત રાજ્ય સરકારની દારૂ બંધીનાં કડક વલણનો છેડ ઉડાવી ભાંગરો વાટ્યો છે. આજરોજ ભરૂચ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાન સમયે સાંસદ હાજર રહ્યા હતા. જાતે જ સફાઈ અભિયાનમાં પણ જોડાયા હતા. ત્યારે અનાયસે તેમનાથી બોલી જવાયું કે, "પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!" તેમ કહેતાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે હળવાશના મૂડમાં આવું કહબી રહ્યા હતા પરંતુ એખ સાંસદ તરીકે તેમના મુખેથી આવું કહેવું કેટલું યોગ્ય કહી શકાય ? તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ આવપં બોલી જતાં સાંસદ મનસુખ વસાવા ફરીથી ચર્ચામાં આવ્યા છે.

Next Story