ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બીજા 342 જેટલા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં આયોજિત બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણી ઉપરાંત સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ હાજરી આપી હતી. આ બેટકમાં 100 કરોડ વેકસીનેશનનો આંકડો હાંસલ કરવા માટે પ્રધાન મંત્રી મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો.
ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક: 100 કરોડ વેકસીનેશનનો આંક પાર કરવા પર પી.એમ.મોદીનું કરાયું ભવ્ય સન્માન
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
New Update