New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-43.jpg)
ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામ પાસે પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્વીફ્ટ કારને ચેક કરાતા તેમાંથી અઢી કિલો ગાંજો મળી આવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસઓજી પીઆઇ પલાચાર્ય સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે દેરડી કુંભાજી ગામ પાસે એસ એસ પી સાથે વાહન ચેકિંગ દરમિયાન સ્વીફ્ટ ડિઝાયર કાર જીજે જીરો 3 સીએ 9572 ની તલાશી લેતા તેના અંદરથી અઢી કિલો ગાંજો કિંમત રૂપિયા 17640 મળી આવતા આરોપી અસરફ ઉર્ફે અચુ હબીબભાઇ કાલવાતર રહે સુભાષનગર આમ્રપાલી ટોકીઝ પાસે રાજકોટ, હૈદરઅલી આબેદહુસેન બુખારી રહે બરકતીપરા ગોંડલ તેમજ હાર્દિક મકવાણા રહે રાજકોટ કોઠી કમ્પાઉન્ડ ની ધરપકડ કરી ગાંજા નો જથ્થો અને ગાડી સહિત કુલ મુદ્દામાલ 223640 નો પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.