Connect Gujarat
રાજકોટ 

વડોદરા : 'વન નેશન, વન રેશનકાર્ડ' આશિર્વાદ સમાન, સૌથી વધારે લાભ શ્રમિકો અને કામદારોને મળ્યો

રાજ્ય કે જિલ્લાની કોઇપણ વ્યાજબી ભાવની દુકાનેથી સમયસર, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે “વન નેશન,વન રેશનકાર્ડ” યોજનાનો ભારત સરકાર દ્વારા વર્ષ-2020થી અમલ કરાઈ રહ્યો છે.

NFSA હેઠળના લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો દેશની, રાજ્ય કે જિલ્લાની કોઇપણ વ્યાજબી ભાવની દુકાનેથી સમયસર, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે "વન નેશન,વન રેશનકાર્ડ" યોજનાનો ભારત સરકાર દ્વારા વર્ષ-2020થી અમલ કરાઈ રહ્યો છે. જેમાં ગુજરાતની પાયલોટ પ્રોજેકટ તરીકે પંસદગી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં રોજગારી માટે આવતા લોકોને આ વન નેશન, વન રેશનકાર્ડ યોજના આશિર્વાદ પુરવાર થઇ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષારૂપી વન નેશન, વન રેશનકાર્ડ યોજનાથી એક સ્થળેથી બીજા સ્થળે શિફ્ટ થતાં પ્રવાસી શ્રમિકો અને કામદારોને સૌથી વધારે ફાયદો થઇ રહ્યો છે. કારણ કે, યોજનાની અમલવારી પહેલા એવો નિયમ હતો કે, જે જિલ્લામાં રાશનકાર્ડ બનેલું હોય ત્યાંથી જ રાશન મળી શકતું હતું. જિલ્લો બદલવા પર શ્રમિકોને રાશન ન્હોતું મળતું. પરંતુ હવે તેઓ ક્યાંક પણ રોજગાર અર્થે જાય તેમના ભાગનું રાશન તેમને સમયસર અને સરળતાથી મળી જાય છે. વડોદરા શહેર અને જિલ્લામાં યોજનાના લાભાર્થીઓની વાત કરીએ તો, આ યોજના હેઠળ ૧ જ વર્ષમાં અન્ય રાજ્યના ૫૮૫૨ લોકો; જિલ્લાના ૨૫,૭૬૭ લોકો તથા અન્ય જિલ્લાના ૧૦,૧૫૫ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. એટલે કે એપ્રિલ-૨૦૨૧ થી એપ્રિલ-૨૦૨૨થી અન્ય રાજ્ય, અન્ય જિલ્લાના અને વડોદરા જિલ્લાના થઇને કુલ ૪૧ હજાર ૭૭૪ લાભાર્થીઓએ 'વન નેશન, વન રેશનકાર્ડ' યોજનાનો લાભ લીધો છે.

Next Story