Connect Gujarat
સ્પોર્ટ્સ

ટી-20 વર્લ્ડ કપ: ડિફેન્ડિંગ ચેમ્પિયન વિન્ડીઝનો બીજો પરાજય,સેમિફાઇનલની રાહ મુશ્કેલ

આઈસીસી ટી-20 વર્લ્ડ કપની 18મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું. આ ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ જીત છે

ટી-20 વર્લ્ડ કપ: ડિફેન્ડિંગ ચેમ્પિયન વિન્ડીઝનો બીજો પરાજય,સેમિફાઇનલની રાહ મુશ્કેલ
X

આઈસીસી ટી-20 વર્લ્ડ કપની 18મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું. આ ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની પ્રથમ જીત છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને સતત બીજા પરાજયનો સામનો કરવો પડ્યો છે. વિન્ડીઝ માટે સેમિફાઈનલમાં પહોંચવાની આશાને મોટો ઝાટકો લાગ્યો છે. વિન્ડીઝે 8 વિકેટના ભોગે 143 રન કર્યા હતા.ત્યારે બીજી બાજુ પાકિસ્તાન સેમિફાઇનલમાં પોતાની જગ્યા મજબૂત કરી છે અને ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ઓપનર બેટર સિમન્સ 35 બોલમાં 45.71ની સ્ટ્રાઈક રેટથી 16 રન કર્યા હતા. લુઈસ 35 બોલમાં 56 રન કર્યા હતા.

પ્રિટોરિયસે 3 અને નોર્ત્જેએ 1 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઓવરમાં જ બાવુમા (3)ની વિકેટ ગુમાવી હતી.તે પછી હેન્ડ્રિક્સ અને ડૂસેને બીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. હેન્ડ્રિક્સ આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા માર્કરમે 26 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. માર્કરમ અને ડુસેન (43*)એ ત્રીજી વિકેટ માટે 54 બોલમાં 83 રનની ભાગીદારી કરી હતી આમ હવે સેમિફાઇનલ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટઇંડીઝ માટે રાહ મુશ્કેલ છે બીજી બાજુ ન્યૂઝીલેન્ડની હાર થતા ભારતીય ટીમની આશા જીવંત છે અને આવનાર મેચમાં જો ટિમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ને હરાવે તો ટિમ ઇન્ડિયા પણ સેમિફાઇનલ માટે રસ્તો બનાવી શકશે

Next Story