Connect Gujarat
સુરત 

સુરત : એક્સલસ બિલ્ડીંગમાં ગટર સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકો ગુંગળાયા, 1 શ્રમિકનું સારવાર દરમ્યાન મોત

X

ભીમરાડ રોડની એક્સલસ બિલ્ડીંગમાં સર્જાય દુર્ઘટના

બેઝમેન્ટની ગટરને સાફ કરવા ઉતર્યા હતા 3 શ્રમિકો

ગટરમાં ગુંગળાય જતાં 1 શ્રમિકનું સારવાર વેળા મોત

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ભીમરાડ રોડ પર એક્સલસ બિલ્ડીંગમાં ગટર સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકો ગુંગળાય જતાં એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. એક્સલસ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલ પાર્કિંગમાં રહેલી ગટર સાફ કરવા ત્રણેય શ્રમિકો ગટરમાં ઉતર્યા હતા. આ દરમ્યાન ગુંગળામણ થતાં શ્રમિકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં 2 શ્રમિકોને લોકોએ બહાર કાઢ્યા હતા.

તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ભારે જહેમત બાદ ગટરમાં ફસાયેલ એક શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો હતો. ગટર સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકો પૈકી એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, એક્સલસ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલ ગેરકાયદેસર બેન્ક્વેટ હોલની ગટરની સાફ સફાઈ કરતી વેળા દુર્ઘટના સર્જાય હોવાની ચર્ચાએ પણ જોત પકડ્યું છે.

Next Story