Connect Gujarat
સુરત 

સુરત : ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક, સર્વેની કામગીરી હાથ ધરાય...

શહેર તથા જીલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાયો છે, ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ ફરી એક વખત હરકતમાં આવી ગયું છે.

X

સુરત શહેર તથા જીલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાયો છે, ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ ફરી એક વખત હરકતમાં આવી ગયું છે.

સુરત શહેર તથા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં સતત વધારો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 27, જ્યારે મેલેરિયાના 95 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના ગત વર્ષે 63, જ્યારે આ વર્ષે અત્યાર સુધી 27 કેસ નોંધાયા છે. મેલેરિયાના ગત વર્ષે 110, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 95 કેસ નોંધાયા છે, ત્યારે હાલ તો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી માટે વધારાના સ્ટાફની મદદ લેવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના 500 કર્મચારીઓ સહિત અલગ અલગ ઝોનમાં મચ્છરોના ઉપદ્રવની તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. આ સાથે જ રહીશોને પણ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગ સામે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Next Story