વડોદરા : ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી SOGના ખાણીપીણીની દુકાનો-રેસ્ટોરન્ટમાં દરોડા.!

વિવિધ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી SOG પોલીસ દ્વારા ખાણીપીણીની દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

New Update
વડોદરા : ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી SOGના ખાણીપીણીની દુકાનો-રેસ્ટોરન્ટમાં દરોડા.!

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી SOG પોલીસ દ્વારા ખાણીપીણીની દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના કિર્તિસ્થંભ, સોમા તળાવ, અમિત નગર બ્રિજ તેમજ ડેરી ડેન સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને સાથે રાખી SOG પોલીસ દ્વારા ખાણીપીણીની દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. યુવા ધન જ્યાં વધુ પ્રમાણમાં જતા હોય છે, તેવા સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ ટીમોએ ચાની રેંકડી, સેવ ઉસળની દુકાનો તેમજ પાન પાર્લર પર સામુહિક દરોડા પાડ્યા હતા. શહેરની પ્રખ્યાત ખાણીપીણીની દુકાનો પર પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી લોકોમાં અનેક સવાલ ઉભા થયા હતા.

Latest Stories