Connect Gujarat
વડોદરા 

વડોદરા : કોંગ્રેસના આગેવાનના પુત્ર કુલદીપસિંહ વાઘેલાનો મૃતદેહ તળાવમાંથી મળ્યો

વડોદરાના સાવલી તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ અને મંજુસરના રહેવાસી વિજય વાઘેલાના પુત્રનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે.

વડોદરા : કોંગ્રેસના આગેવાનના પુત્ર કુલદીપસિંહ વાઘેલાનો મૃતદેહ તળાવમાંથી મળ્યો
X

વડોદરાના સાવલી તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ અને મંજુસરના રહેવાસી વિજય વાઘેલાના પુત્રનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે. મૃતક કુલદીપસિંહ ચાર દિવસથી લાપત્તા બની ગયો હતો અને તેનો પરિવાર તેની શોધ કરી રહયો હતો.


સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મંજુસર ગામના રહેવાસી વિજયસિંહ વાઘેલાના 22 વર્ષીય પુત્રનો મૃતદેહ મંગળવારના રોજ અલિન્દ્રા ગામ પાસેના ઝુમકાલ ગામની સીમમાં તળાવમાંથી મળી આવ્યો છે. કુલદીપ વાઘેલાની હત્યા કરી મૃતદેહને તળાવમાં ફેંકી દેવાયો હોવાની પ્રબળ સંભાવના જોવામાં આવી રહી છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ભાદરવા પોલીસે તપાસ તપાસ હાથ ધરી છે. મૃતક ચાર દિવસ પહેલાં તે મંજુસર જીઆઈડીસીમાં જેસીબી લઈને પોતાની સાઇટ પર માટી કામ કરાવવા ગયા બાદ અચાનક ગુમ થઈ ગયો હતો. કુલદીપનું મોત કયાં સંજોગોમાં થયું છે તેની તલસ્પર્શી તપાસ પોલીસ ચલાવી રહી છે.

Next Story