Connect Gujarat
વડોદરા 

વડોદરા : મતદાર જાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા રાત્રિ બજાર નજીક ભીંતચિત્રો રજૂ કરાયા...

વડોદરા શહેરના રાત્રિ બજાર નજીક દિવાલ પર ભીંતચિત્રો થકી ચૂંટણીલક્ષી માહિતી આપવાની સાથે જ મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવા તંત્ર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

X

વડોદરા શહેરના રાત્રિ બજાર નજીક દિવાલ પર ભીંતચિત્રો થકી ચૂંટણીલક્ષી માહિતી આપવાની સાથે જ મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવા તંત્ર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

લોકશાહીના આ મહાપર્વમાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ 100 ટકા મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ અવસર અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. મતદારોમાં જાગૃતતા પણ કેળવાય તે માટે બહુવિધ કાર્યક્રમોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે મતદારોનો ઉત્સાહ વધારવા તેમજ મહત્તમ મતદાન થાય તે હેતુથી શહેરના રાત્રિ બજાર ખાતે ૧૨૦૦ સ્કેવર ફૂટ લાંબી દિવાલ પર ભીંતચિત્રો થકી ચૂંટણીલક્ષી માહિતી આપવાની સાથે મતદાન જાગૃતિનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે. આ ગ્રેફિટી વોલ એટલે કે, ભીંતચિત્રોથી મતદારોની આતુરતા અને ઉત્સાહ તો બેવડાશે જ, પરંતુ સાથે સાથે અલગ અલગ આકર્ષક ચિત્રો અને સૂત્રો થકી મતદાન માટે જાગૃતિ પણ કેળવાશે.

આ દિવાલ પર મતદાન જાગૃતિ માટેના અલગ-અલગ વિષયોને આવરી લેતા બહુવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે. જેના થકી મતદારોને મતદાન જાગૃતિનો સુંદર અને અસરકારક સંદેશ પાઠવવામાં આવ્યો છે. નિવાસી અધિક કલેક્ટર ડૉ. બી.એસ.પ્રજાપતિએ સ્થળ પર જઈ ભીંતચિત્રોને રસપૂર્વક નિહાળી તેની સરાહના પણ કરી હતી. આ મુલાકાત વેળા તેમણે જણાવ્યું હતું કે, મહત્તમ મતદાન થાય અને આપણે 100 ટકા મતદાનનું લક્ષ્યાંક હાંસલ કરી શકીએ તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Next Story