ભરૂચ : ખાનગી કંપનીને જમીન આપી ખેડૂતો થયા બેરોજગાર, ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન

New Update
ભરૂચ : ખાનગી કંપનીને જમીન આપી ખેડૂતો થયા બેરોજગાર, ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન

વાગરા તાલુકાનાં સાયખા ગામ પાસે 2012માં દહેજ જી.આઇ.ડી.સી. દ્વારા જમીન સંપાદન કરી ખેડૂતો પાસેથી જમીન લેવામાં આવી હતી. જેના અનુસંધાનમાં લેન્ડ લુઝરને કંપની દ્વારા નોકરી આપવામાં આવશે અને લેન્ડ લુઝરને એમના હક પણ આપવામાં આવશે તેવો વાયદો કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે 2012 થી લઈ અત્યાર સુધી કોઇપણ જાતનો હક ના આપવામાં આવતા અંતે સાયખા ગામના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કલેકટરને રજૂઆત કરી હતી.

સાયખા ગામના ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દયજનક થવા પામી છે. એક બાજુ ખેડૂતે પોતાને રોજીરોટી આપતી મોંઘીદાટ જમીન સરકારના કહેવાથી સંપાદન કરી દીધી. ત્યારે બીજી બાજુ સરકારના ધારાધોરણ પ્રમાણે કંપનીઓએ ખાતેદારોને નોકરી આપવાની પણ શરતોનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે ખેડૂતોએ જમીન સંપાદકોની આ નીતિ સામે પોતાની નારાજગી કલેકટર સમક્ષ વ્યક્ત કરી હતી. અને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.