/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-260.jpg)
ભરૂચ અને તેની આસપાસના સહિત ગુજરાતના ૧૧ જોડાએ પ્રભુતામાં પગલા પાડ્યા
સંતો સહિત ધારાસભ્ય અને અગ્રણીઓએ નવ પરણિત જોડાને આશીર્વાદ આપી શુભકામના પાઠવી
ભરૂચ ખાતે સમસ્ત વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્રીજો સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતભરમાં વસતા સમાજના ૧૧ જોડાઓએ પોતાના નામ નોંધાવી પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આ સમુહલગ્નોત્સવમાં નવ દંપત્તિઓને આશીષ આપવા માટે મુક્તાનંદ સ્વામી, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, ચેનલ નર્મદાના ડીરેકટર નરેશભાઇ ઠક્કર, હેમંત પટેલ, સમાજના અગ્રણી સતીશભાઇ ચૌહાણ, ભરૂચના ત્રણ વાલ્મીકી સમાજના સંત ભાસ્કર ભગત, હરીશદાદા, બચુભાઇ સોલંકી સહિત RSSની સમગ્ર ટીમ ઉપસ્થીત રહી હતી.
સતત બે વર્ષની ભારે જહેમત અને સફળતા બાદ વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે તૃતિય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને સફળ બનાવવવા પ્રમુખ કિરણભાઇ સોલંકી તેમજ મહામંત્રી ધર્મેશ બચુભાઇ સોલંકી દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ હતી.