Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 4 હજાર બાળકોએ નથી લીધી વેક્સિન, વેક્સિન લેવા તંત્રની અપીલ...

ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થવાના આરે છે, ત્યારે કોરોનાના કેસ ઓછા થતા ફરી લોકો બેફિકર થઈ ગયા છે.

અમદાવાદ : 4 હજાર બાળકોએ નથી લીધી વેક્સિન, વેક્સિન લેવા તંત્રની અપીલ...
X

ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થવાના આરે છે, ત્યારે કોરોનાના કેસ ઓછા થતા ફરી લોકો બેફિકર થઈ ગયા છે. જોકે, ત્રીજી લહેરમાં કોરોનાની વેક્સિન સંજીવની સાબિત થઈ છે. જેના કારણે ત્રીજી લહેરમાં લોકોને વધુ અસર થઈ નથી. વેક્સિન આપી બાળકોને પણ સુરક્ષિત કરવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં 15થી 17 વર્ષના કિશોરોને વેક્સિન આપવામાં આવી છે. પરંતુ હજુ પણ 3થી 4 હજાર બાળકોએ વેક્સિન લીધી નથી.

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે સ્કૂલ પાસેથી લિસ્ટ મંગાવ્યું છે. જેમાં 15થી 17 વર્ષના કેટલા કિશોરોએ વેક્સિન લીધી છે, અને કેટલાક બાકી છે. તેમજ મેડિકલ ઓફિસર પાસે પણ લિસ્ટ માંગવા આવ્યું છે. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે, 15થી 17 વર્ષના કિશોર હોય તો તેને રસી અપાવે અને તેઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરે. વર્ષ 2005-06 અને 07માં જન્મ થયો હોય, તેમાંથી કેટલા બાળકોએ વેક્સિન લીધેલી છે, અને કેટલા બાળકો વેક્સિન લેવાના બાકી છે, ત્યારે હવે સ્કૂલો ખુલી ગઈ છે, અને બાળકોને સ્વસ્થ-સુરક્ષિત રાખવા વેક્સિન લેવી જરૂરી છે. આ સાથે જ વર્ષ 2005-06 અને 07માં જન્મેલ હોય તેવા બાળકોએ વેક્સિન લેવી જરૂર છે. કોરોનાની ત્રીજી લહેરમાં જોયુ કે, વેક્સિનના કારણે દાખલ થવું પડ્યું નથી. તો તમારું બાળક સુરક્ષિત હશે તો પરિવાર પણ સુરક્ષિત રહેશે, ત્યારે હવે 15થી 17 વર્ષના કિશોરોને વેક્સિન લેવાની બાકી હોય તો જરૂરથી વેક્સિન લઈ લેવામાં આવે તેવી અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story