Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શહેરીજનોને નહીં પડે પાણીની તકલીફ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત...

અમદાવાદ : શહેરીજનોને નહીં પડે પાણીની તકલીફ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત...
X

અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે હયાત 650 એમએલડી તથા 200 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે, તેમજ વધારાના 300 એમએલડીના પ્લાન્ટના આયોજન સાથે આ પ્લાન્ટની કુલ ક્ષમતા 1150 એમએલડી થશે. મહાનગરપાલિકા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન મારફતે મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરેલી દરખાસ્તમાં જણાવાયું છે કે, કોતરપુર વોટર વર્કસમાંથી હાલ અમદાવાદ મહાનગરના ઉત્તર, પૂર્વ, મધ્ય, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પશ્ચિમ અને મધ્ય ઝોનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનને કોતરપુરના 650, 200 અને 300 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને પ્રવર્તમાન સ્થિતિ એ વધારાની અને ભવિષ્યની પાણીની જરૂરિયાત સંતોષવા ટ્રંક મેઈન પાઇ લાઇન નાખવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે.

આ હેતુસર મહાનગરપાલિકાએ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવી ભાટગામ પાછળના ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક રીંગરોડ પર, ભાટ સર્કલ, તપોવન સર્કલ થઈને વિસત તરફ જતા માર્ગ પરના પ્રમુખ સ્વામી મહારાજ રોડ સુધી જુદા જુદા વ્યાસની એમ.એસ. પાઇપ નાખીને હાલના 1300 મી.મી વ્યાસની લાઇન સાથે જોડાણ કરવાના કામોના ડી.પી.આર આપેલા છે. મુખ્યમંત્રીએ આ દરખાસ્તનો સર્વગ્રાહી અભ્યાસ કરીને 2200, 1600,1400 તથા 800 મી.મી. ડાયાની એમ.એસ. પાઇલાઇન કામો માટે 58.20 કરોડ, 3000 મી.મી ડાયા એમ.એસ પાઇપ પૂશિંગ માટે 2.42 કરોડ રૂપિયા કામો મંજૂર કર્યા છે. આ ઉપરાંત તેમણે 2200 એમ એમ ડાયા ની પાઇપ લાઇન સાબરમતી નદી પાર કરાવવા માટે બ્રિજના કામો માટે 15.84 કરોડ, રોડ રીસરફેસિંગ કામો માટે 10 કરોડ મળી સમગ્ર 87.16 કરોડ રૂપિયા કામો મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના ભૂતકાળમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી પાણી વિતરણના કામો માટે 168.73 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. હવે તેમણે અમદાવાદ પૂર્વના આ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી જળ વિતરણ માટે 87.16 કરોડના કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપતા કુલ 255.89 કરોડના કામો અમદાવાદ મહાનગરમાં હાથ ધરાશે તેવી તૈયારી બતાવી છે.



Next Story