Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: જો આ તારીખે ટેક્સ ભરી દેશો તો થશે ફાયદો, AMC લાવી ટેક્સ રીબેટ યોજના

AMCએ ટેક્સ રિબેટ યોજનાની જાહેરાત કરી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત ટેક્સમાં 11 ટકા સુધી રિબેટ આપશે

અમદાવાદ: જો આ તારીખે ટેક્સ ભરી દેશો તો થશે ફાયદો, AMC લાવી ટેક્સ રીબેટ યોજના
X

કોરોના ની પ્રથમ લહેર અને બીજી લહેર દરમિયાન વ્યાપાર ઉદ્યોગ લાંબા સમયથી બંધ હાલતમાં હતો. મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો અને કેટલાય લોકોનો ધંધો ન ચાલવા ને કારણે બેંક લોન, વીજળીના બિલ, મિલકત વેરો વગેરે ચૂકવવામાં અસમર્થ હતા.ત્યારે હવે કોરોના થાળે પડતાં AMCએ ટેક્સ રિબેટ યોજનાની જાહેરાત કરી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત ટેક્સમાં 11 ટકા સુધી રિબેટ આપશે. જેમાં 22 એપ્રિલથી 21 મે સુધી ટેક્સ ભરનારને 10 ટકા રિબેટ, 22 મેથી 21 જૂન સુધી ટેક્સ ભરનાર 9 ટકા રિબેટ, તેમજ 22 જૂનથી 21 જુલાઈ સુધી ટેક્સ ભરનાર 8 ટકા રિબેટ મળશે.

AMCના આ નિર્ણયથી લોકો નિયમિત ટેક્સ ભરશે જેનો લાભ લોકોને તો ખરો પણ એએમસીને પણ મળશે સાથે જ ઓનલાઇન ટેક્સ પે કરનાર માટે પણ વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓનલાઇન ટેક્સ ભરનારને એક્સ્ટ્રા એક ટકા રિબેટ મળશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.હાલ 40 ટકા લોકો ટેસ્ટમાં ઓનલાઇન પેમેન્ટ કરે છે આ સુવિધાનો ફાયદો સીધો જ તેમણે મળશે.તો બીજી તરફ 70 સ્કવેર મિટરથી નાની રહેણાંક મિલકત ને 33.5 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે અને બોપલ-ઘુમાના લોકોને બીજા વર્ષે 56 ટકા રિબેટ મળશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.

Next Story