Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પટેલ સરકારનો મોટો નિર્ણય સપ્તાહમાં ૨ દિવસ મંત્રી રહેશે ગાંધીનગરમાં હાજર

સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય, મંત્રીઓને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા આદેશ.

X

રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કુદરતી આફતોમાં સહાયમાં વધારા થી માંડીને તમામ મંત્રીઓને સપ્તાહમાં 2 દિવસ ગાંધીનગર માં હાજર રહી લોકોના પ્રશ્નો ધારાસભ્ય મારફતે ઉકેલવાનો મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સોમ, મંગળ મંત્રીઓને અચૂક ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપી દેવાયો છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે અધિકારીઓને પણ હાજર રહે એ માટે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારની આ પહેલથી લોકો અને કાર્યકર્તાના કામ ધારાસભ્ય થ્રુ સીધા જ મંત્રીઓ સુધી પહોંચાડી શકાશે. જેથી સરકારને આગળ કામ કરવામાં તેમજ ચૂંટણીલક્ષી ઢંઢેરામાં કયા મુદ્દા વધુ પડતાં લોકોને હેરાન કરી રહ્યા છે તે અંગે પણ તાગ મેળવી શકાશે.સરકારના આદેશ બાદ હવે આવતા સોમ મંગળ અને બુધવારે તમામ મંત્રીઓ સહિત અધિકારીઓની ફોજ પણ ગાંધીનગરમાં જ જોવા મળશે.

Next Story