Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નકલી નોટો છાપતાં 4 શખ્સો પોલીસના હાથે ઝડપાયા, રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત...

શહેરમાં નકલી ચલણી નોટોની હેરાફેરી થવાની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોનું છાપકામ કરતાં શખ્સો ઝડપાયા છે.

X

અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટોની હેરાફેરી થવાની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોનું છાપકામ કરતાં શખ્સો ઝડપાયા છે. પોલીસે બાતમીના આધારે 4 લોકોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ એલસીબીના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, શૈલેષ નામનો માણસ તેની ઈકો કારમાં નકલી ચલણી નોટોનો જથ્થો લઈને ચાંદખેડા વિસ્તારમાંથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને શૈલેષ ક્વિશ્ચન નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી એક કોલેજ બેગમાંથી 500ના દરની બનાવટી નોટોના 20 બંડલ મળી આવ્યા હતા. જેની કિંમત 10 લાખની થાય છે. ત્યારબાદ પોલીસે આ શખ્સની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે તેના મિત્ર પરાગ તથા 2 મિત્રોની મદદથી દાસ્તાન સર્કલ પાસે એક મકાન ભાડે રાખીને તેમાં લેપટોપ અને કલર પ્રિન્ટરો મારફતે બનાવટી ચલણી નોટો બનાવે છે. આરોપી શખ્સના કહેવા પ્રમાણે મકાન પર દરોડો પાડતાં મકાનમાંથી 500ના દરની નોટોના 30 બંડલ, 200ના દરની નોટોના 5 બંડલ તેમજ લેપટોપ અને પ્રિન્ટર મશીન સહિત રૂપિયા 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story