ગુજરાતમાં વિધાનસભા 2022ની ચુંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ રાજ્યભરમાં લોકો દ્વારા આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત ભાજપે 156 બેઠક પર ભવ્ય જીત મેળવતા અમદાવાદના જમાલપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપને જે 156 બેઠક પર ભવ્ય જીત મળી છે, ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા 7 કિલોની કેક કાપવામાં આવી હતી...
આ કેકમાં ચારેય બાજુ કમળની ચિન્હ રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ કેકની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા અને સી.આર.પાટીલની તસવીર પણ લગાડવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન રઉફ બંગાળીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકારે વિકાસના કામો કર્યા છે, ત્યારે હવે ફરીથી 5 વર્ષ માટે લોકસેવા કરવાની ભાજપ સરકારને તક મળી છે...