સોશિયલ મીડીયામાં થયેલ મિત્રતા પડી ભારે, યુવતીને નારી સરંક્ષણ ગૃહમાં મોકલવાનો વારો આવ્યો

સોશિયલ મીડિયામાં મિત્રતા થયા બાદ વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

New Update

સોશિયલ મીડિયામાં મિત્રતા થયા બાદ વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સગીરા રાતના સમયે રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એકલી મળી આવતા ખબર પડી કે સગીરાના પ્રેમીએ તેની પર દુષ્કર્મ કર્યું હતું. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.

Advertisment

અમદાવાદમાં 18 જૂનના રોજ સરદારનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક સગીરા રઝળતી હાલતમાં મળી આવી હતી. જેની પોલીસે પૂછપરછ હાથ ધરતા સગીરા પર તેના પ્રેમીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. સગીરાને આરોપી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થઇ હતી અને તે મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ તેના પ્રેમીએ સગીરાને એકલતામાં બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સગીર આરોપી આયુષ માજીરાણા સંપર્કમાં 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યો હતો. ત્યારબાદ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને છેલ્લા 3 માસથી આરોપી દર અઠવાડિયે સગીરાને મળવા અમદાવાદ આવતા હતો. જ્યાં મળવાના બહાને હોટલમાં લઈ જઈ સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સગીરા સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોય જે અંગે પરિવારજનોને જાણ થતાં માતા-પિતા મોબાઈલ લઈ લીધો હતો. જેથી મનમાં લાગી આવતા સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. જે રઝળતી હાલતમાં નરોડા વિસ્તારમાં પહોંચી ગઈ હતી.આ દરમિયાન તા.18 જૂનના રોજ રાત્રે દોઢથી બે વાગ્યે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ સગીરા મળી આવી હતી. આથી પોલીસે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે . 

Advertisment