/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/varun-alia-story_647_020617115040.jpg)
આલિયા હાલ બોલીવૂડ તેમજ દર્શકોની ચાહીતી
આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાયે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ ઇયરથી ફિલ્મની કારકિર્દી શરૂ કરી હતી. હવે આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે. જેમાં ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયા લીડ રોલમાં જોવા મળશે.
દર્શકોને આકર્ષવા તેમજ મૂળ ફિલ્મના મૂળ કલાકારોને નિર્માતા-દિગ્દર્શક ભૂલ્યા નથી અને એક આઇટમ સોન્ગ માટે ભેગા કર્યા છે. ફિલ્મ મેકર્સને એક ડાન્સનું શૂટિંગ કરવાની ઇચ્છા છે. જેની ઓપનિગં ક્રેડિટ્સમાં આ ત્રણએય એકટર્સ હશે.
જોકે હાલ આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી, પુણે અથવા મુંબઇમાં કરવાનું વિચારી રહ્યા છે. આ શૂટિંગ માટે ભવ્ય સેટ કરવામાં આવશે કે પછી કોઇ સ્ટેડિયમમાં કરવામાં આવશે તે પણ નિર્ણય હજી લેવાયો નથી. આ ગીતમાં ટાઈગર શ્રોફ પણ નાચતો જોવા મળશે.આ ગીત ફિલ્મની શરૂઆતમાં હશે, તેમ સૂત્રે જણાવ્યું હતું.
આલિયા હાલ બોલીવૂડ તેમજ દર્શકોની ચાહીતી થતી જાય છે. તેની એક પછી એક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારા પરિણામ આપી રહી છે. તેથી બોલીવૂડના માંધાતાઓ આલિયાનો લાભ લેવા ઉત્સાહિત છે.