આદિત્ય બિરલા કંપનીનો બનાવવા
કામદારનું મોત થતાં કંપની બહાર હોબાળો
કંપનીમાં ફરજ દરમિયાન લથડી હતી તબિયત
પરિવારજનોએ ન્યાય માટે કરી માંગ
પરિવારજનોએ કંપની સામે કરી વળતરની માંગ
પંચમહાલ જિલ્લાના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું,જેના કારણ મૃતકના પરિવારજનો સહિત કામદાર વર્ગે કંપની બહાર મૃતદેહ મૂકીને હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો.
પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ આદિત્ય બિરલા કંપનીમાં કાલોલ તાલુકાના સુરેલી ગામનાં પટેલ કમલેશ છેલ્લા 30 વર્ષથી કામ કરતા હતા.કંપનીમાં ફરજ પર હતા તે દરમિયાન તેઓની તબિયત લથડી હતી.જેના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બે દિવસની સારવાર બાદ કમલેશ પટેલનું કરૂણ મોત નીપજ્યું હતું.ઘટનના બાદ મૃતકના પરિવારજએ મૃતદેહને કંપની ગેટની પાસે મૂકી દઈને કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો,જ્યારે અન્ય કર્મચારીઓ પણ હોબાળો મચાવ્યો હતો. ઘટના અંગેની જાણ થતા જ પોલીસ કાફલો પણ કંપની પર દોડી આવ્યો હતો,જોકે મૃતકના પરિવારજનોએ કંપની પાસે યોગ્ય વળતરની માંગણી કરી હતી,જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ન ખોરવા તે માટેના પ્રયાસો કર્યા હતા.