ભરૂચ:નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રીનું અકસ્માતમાં નિધન, અંતિમયાત્રામાં સાંસદ મનસુખ વસાવા જોડાયા

પરીવારના મોભીનું અકસ્માત મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં ગમગીની છવાય

Update: 2021-10-17 09:27 GMT

નેત્રંગ તાલુકા મથકના જીનબજાર બજાર વિસ્તારમાં રહેતા ગુરૂજી વસાવાનો પુત્ર પ્રતિક ઉર્ફે ચકો વસાવા નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રી તરીકે સંગઠનનું કામ કરતો હતો.ગતરોજ સાંજના સમયે પોતાની મોટરસાયકલ લઇને નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ શણકોઇ ગામ નજીક ગજાનન હોટલમાં પરીવાર માટે જમવાનું લેવા માટે ગયો હતો ત્યાંથી પરત ફરતા રમણપરા ગામના બસસ્ટેન્ડ પાસે ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર રોડ ઉપર પાકિઁગ લાઇટ,સિગ્નલ અને રેડીયમ નહીં લગાવી ઉભું રાખ્યું હતું જે નજરે ના પડતાં ટ્રેક્ટર સાથે પાછળથી બાઇક ધડાકાભેર ભટકાય હતી જેમાં તેઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજયું હતું. પરીવારના મોભીનું અકસ્માત મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં ગમગીની છવાય હતું. તેઓની અંતિમયાત્રામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા.

Tags:    

Similar News