વિદેશ મંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા તેની સરહદ ખોલવાના નિર્ણયનું કર્યું સ્વાગત

ઓસ્ટ્રેલિયા પોતાની સરહદ એવા લોકો માટે ખોલવા જઈ રહ્યું છે જેમણે રસીકરણનો સંપૂર્ણ ડોઝ લીધો છે. આ સાથે વિઝા ધારકો માટે બોર્ડર પણ ખોલવામાં આવશે.

New Update

ઓસ્ટ્રેલિયા પોતાની સરહદ એવા લોકો માટે ખોલવા જઈ રહ્યું છે જેમણે રસીકરણનો સંપૂર્ણ ડોઝ લીધો છે. આ સાથે વિઝા ધારકો માટે બોર્ડર પણ ખોલવામાં આવશે.સરહદો પ્રથમ બંધ થયાના લગભગ બે વર્ષ પછી ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.

હા, ઓસ્ટ્રેલિયા પોતાની સરહદ એવા લોકો માટે ખોલવા જઈ રહ્યું છે જેમણે રસીકરણનો સંપૂર્ણ ડોઝ લીધો છે. આ સાથે વિઝા ધારકો માટે બોર્ડર પણ ખોલવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પેઈનના આમંત્રણ પર 10-13 ફેબ્રુઆરી દરમિયાન ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે છે. અહીં તેઓ શુક્રવારે (ગઈકાલે) 4થી ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની મીટિંગનો ભાગ બન્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ઓસ્ટ્રેલિયન સરહદ ફરી ખોલવાનું સ્વાગત કર્યું, જે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને વિઝા ધારકોને ઓસ્ટ્રેલિયાથી પાછા ફરવામાં મદદ કરશે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસને સોમવારે જાહેરાત કરી હતી કે દેશ 21 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓ સહિત તમામ સંપૂર્ણ રસીવાળા વિઝા ધારકો માટે ખુલશે. તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ મેરીસ પેન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે બંને મંત્રીઓએ ચોક્કસ મુદ્દાઓ પર ફળદાયી અને વ્યાપક ચર્ચા કરી. તેમણે કહ્યું કે વાતચીતનો મુખ્ય વિષય બંને દેશો વચ્ચેના સંબંધો અને આવનારા સમયમાં ગહન પરિવર્તનનો હતો.

Read the Next Article

નેપાળમાં આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ, રાષ્ટ્રીય શોક દિવસ જાહેર

 નેપાળમાં Gen-Zએ મોટું પરિવર્તન લાવ્યું છે. Gen Zએ પ્રદર્શન કરીને નેપાળમાં સત્તા પલટો કરી દીધો છે. અત્યારે નવી સરકારે પોતાનો કાર્યકાળ પણ શરૂ કરી દીધો છે.

New Update
nepal

નેપાળમાં Gen-Zએ મોટું પરિવર્તન લાવ્યું છે. Gen Zએ પ્રદર્શન કરીને નેપાળમાં સત્તા પલટો કરી દીધો છે. અત્યારે નવી સરકારે પોતાનો કાર્યકાળ પણ શરૂ કરી દીધો છે.

સુશીલા કાર્કીને નેપાળના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યાં છે. નેપાળના આ વચગાળાની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. Gen-Z આંદોલનમાં જે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેવા Gen-Z યુવાનોને રાષ્ટ્રીય સન્માન આપવાની અને સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આજે નેપાળમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે અને સાથે દેશભરમાં આજે રજા પણ જાહેર કરવામાં આવી છે.

વચગાળાના અને નેપાળના પહેલા મહિલા વડાપ્રધાન સુશીલા કાર્કીએ પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો હતો. નેપાળમાં 7 સપ્ટેમ્બરે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, તેના બીજા જ દિવસે એટલે કે 8મી સપ્ટેમ્બરે યુવાનો રસ્તા પર ઉતરી આવે છે અને હિંસક પ્રદર્શન શરૂ કરી દે છે. આ હિંસક પ્રદર્શન દરમિયાન 72 યુવાનોના મોત થયાં હતા. નેપાળમાં Gen-Z જે આંદોલન કરવામાં આવ્યો તે નેપાળના ઈતિહાસમાં સૌથી મોટું આંદોલન હતું.

સુશીલા કાર્કીએ 14મી સપ્ટેમ્બરે નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સરકારે Gen-Z આંદોલનમાં જેમનું મોત થયું તેમને રાષ્ટ્રીય સન્માન આપવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં પરંતુ તે મૃતકોને શહીદનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રત્યેક શહીદના પરિવારને 15 લાખ નેપાળી રૂપિયા આપવામાં આવશે. આ પહેલા આ રકમ 10 લાખ નેપાળી રૂપિયા હતી જે વધારીને હવે 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે સાથે આંદોલન દરમિયાન બનેલી ઘટનાઓ અંગે નિષ્પક્ષ તપાસ કરવાના પણ આદેશ કરવામાં આવ્યાં છે.

આ સમગ્ર અંગે રાષ્ટ્રને સંબોધન કરકા સુશીલા કાર્કીએ કહ્યું કે, ‘આ શોકનો દિવસ ફક્ત ખોવાયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ જ નહીં, પણ નેપાળના ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ છે. અમે ભ્રષ્ટાચારમુક્ત શાસન અને યુવાનોના અવાજો સાંભળવા માટે પ્રતિબદ્ધ છીએ’. આજે નેપાળમાં સરકારી કાર્યાલય, શાળાઓ અને સંસ્થાઓ બંધ રહેશે. એટલું જ નહીં પરંતુ જ્યારે તમામ સરકારી ઇમારતો, દૂતાવાસો અને વિદેશી મિશનોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે.