Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: આલુંજ-પિલુદ્રા ગામ નજીક ખેતરમાંથી ઝડપાયો રૂ.11.24 લાખનો વિદેશી દારૂ, પાનોલી પોલીસે તપાસ શરૂ કરી

આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા પરથી ૧૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર: આલુંજ-પિલુદ્રા ગામ નજીક ખેતરમાંથી ઝડપાયો રૂ.11.24 લાખનો વિદેશી દારૂ, પાનોલી પોલીસે તપાસ શરૂ કરી
X

અંકલેશ્વરની પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા પરથી ૧૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

પાનોલી પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા ગામનો બુટલેગર રમઝાન ઇદ્રીશ શેખ અને કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખે વિદેશી દારૂનો જથ્થો મંગાવી આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા ઉપર સંતાડી રાખ્યો છે જે દારૂનો જથ્થો મહેશ છના વસાવા રખેવાળી કરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે મહેશ વસાવા પોલીસને જોઇને ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૩૭૨ નંગ બોટલ મળી કુલ ૧૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખ તેમજ રમઝાન ઇદ્રીશ શેખ સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story