Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: સગી ભાણેજ સાથે દુષ્કર્મ આચારી ગર્ભવતી બનાવનાર નરાધમ મામાની પોલીસે કરી ધરપકડ

કળિયુગી નરાધમ મામાએ ભાણીને ગાડી શીખવવાના બહાને નજીક આવેલા ઝાડી ઝાંખરામાં લઇ જઈને માસૂમ ભાણીને પીંખી નાખી

X

અંકલેશ્વરમાં ગાડી શીખવા બહાને સગા મામાએ જ ભાણીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. નાસ્તાની લારી ચલાવતા બહેનની 14 વર્ષીય દીકરીને ગાડી શીખવવાના બહાને મામાએ ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર જીઆઇડીસીમાં બે સંતાનના પિતા જેને ખુદ દીકરી છે. છતાં પુત્રી તુલ્ય ભાણી સાથે બદકામ કરી સંબંધો તાર-તાર કરી નાખ્યા હોવાનો સમાજમાં ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ગત જાન્યુઆરી માસમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા મામાએ પોતાની સગી બહેન-બનેવી જે ચા-નાસ્તાની લારી ચલાવે છે ત્યાં ગયો હતો. પોતાની પુત્રી તુલ્ય 14 વર્ષ અને 6 મહિનાની ભાણીને ગાડી શીખવાની લાલચ આપી હતી. મામા જોડે ગાડી શીખવા જતા હોવાથી માતા-પિતાને પણ આંખો મીંચી વ્હાલસોઈ પુત્રી ગાડી શીખવા મોકલી આપી હતી.

જોકે કળિયુગી નરાધમ મામાએ ભાણીને ગાડી શીખવવાના બહાને નજીક આવેલા ઝાડી ઝાંખરામાં લઇ જઈને માસૂમ ભાણીને પીંખી નાખી હતી. આ મામાએ ભાણીને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ સગીરા મામાના ડરથી ચુપકીદી સેવી લીધી હતી. જોકે મામાનું પાપ રૂપી કુકર્મ છાપરે ચઢી પોકારતા સગીરા કાચી ઉંમરે ગર્ભવતી બની ગઈ હતી. સગીરાને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો. પુત્રીના ગર્ભ બાબતે પરિવારને જાણ થતા તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા.

આ મામલે તેઓ પુત્રીને વિશ્વાસમાં લઇ પૂછતાં કંસરૂપી મામાના કુકર્મની ડરામણી ઘટના સામે આવી હતી. ત્યારબાદ સગીરાના માતા-પિતા અને નરાધમ મામા સામે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી દરમ્યાન પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story