અંકલેશ્વર : પ્રો-લાઈફ ફાઉન્ડેશન અને યુવા ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના 68મા જન્મદિવસ નિમિત્તે પ્રો-લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી અંકલેશ્વરના પાનોલી ખાતે યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના 68મા જન્મદિવસ નિમિત્તે પ્રો-લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી અંકલેશ્વરના પાનોલી ખાતે યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ, સફળતાના સુકાની, પેજ કમીટીના પ્રણેતા, કરોડો કાર્યકર્તાઓના માર્ગદર્શક સી.આર.પાટીલના 68મા જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વરના પાનોલી ખાતે પ્રો-લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન એ જ મહાદાનના સંકલ્પ સાથે યુવા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે પ્રોલાઇફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક, ભાજપ જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા પ્રમુખ નીતેન્દ્રસિંહ દેવધરા, અંકલેશ્વર શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના જંબુસર, વાગરા, અંકલેશ્વર અને ભરૂચ વિધાનસભા બેઠક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવસભર વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment