ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામ નજીક માર્ગ પર અચાનક નીલ ગાય આવી જતાં છકડો રીક્ષામાં સવાર મુસાફરો પૈકી એક મહિલાને ગંભીર ઇજા પહોચી હતી.
મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકાના માસરરોડથી ગજેરા તરફ આવતા છકડાને અકસ્માત નડ્યો હતો. જેમાં પી.જી.પી. ગ્લાસ કંપની અને સવાના કંપની વચ્ચેના માર્ગ પર અચાનક એક નીલ ગાય કૂદીને આવી જતાં છકડો રીક્ષાના આગળના ભાગમાં અથડાય હતી. જેથી છકડો રીક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, ત્યારે છકડો રીક્ષામાં સવાર લોકોને નાની મોટી ઇજા થવા પામી હતી. જેમાં ગજેરા ગામની એક મહિલાને ગંભીર ઇજા પહોચી હતી. જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.