ભરૂચ: બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ,રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે ચોરીમાં ગયેલ ૧,૪૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી

New Update

ભરૂચ નિઝામવાડી ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને મુદ્દામાલ સાથે બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો. ભરૂચ શહેરના બી ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ નિઝામવાડી ખાતે થોડા દિવસો અગાઉ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે ચોરીમાં ગયેલ ૧,૪૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ભરૂચ બી ડીવીઝન પોલીસે મામલે કાર્તિકભાઈ વિનોદભાઈ મિસ્ત્રી રહે.વેજલપુર, નિઝામવાડી, બંબાખાના ભરૂચ નાઓને ઝડપી પાડી તેની પાસેથી સોનાનું પેન્ડલ સોનાની બુટ્ટી સોનાનું લોકેટ ૨૫ ગ્રામ સોનુ રોકડા રૂપિયા સહિત એક મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

Advertisment