Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ઝઘડિયા તાલુકાના ખેડૂતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજથી અસંતુષ્ટ,જુઓ શું કહ્યું

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીથી નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી

X

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીથી નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ભરૂચના ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના તરસાલી,ઓર પટાર, ભાલોદ, ટોઠીદ્રા, ઇન્દોર, પાણેથા,ગોવાલી, અવિધા જેવા અન્ય વિસ્તારમાં જમીનો ધરાવતા ખેડૂતોના ખેતરમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તમામ ખેતરોમાં કેળ, કપાસ, તુવેર, સેરડી, પપૈયા જેવા ઉભાપાકો નષ્ટ થયા છે જેના લીધે ખેડૂતો પાયમાલ બન્યા છે.સરકાર દ્વારા ખેડૂતો માટે જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેનાથી ઝઘડિયા તાલુકાના ખેડૂતો અસંતૃટ છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે રાહત પેકેજમાં જે રાશિ જાહેર કરવામાં આવી છે તેના કરતાં વધુ વાવેતર , બિયારણ ,મજૂરી જેવા ખર્ચાઓ ખેડૂતને વધુ થાય છે તેમજ સરકાર દ્વારા બે હેક્ટર સુધીની જમીનમાં વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ 2 હેક્ટર કરતા વધુ જમીન ધરાવતા ખેડૂતોને જે નુકસાન થયો છે એની ભરપાઈ કોણ કરશે તેવા પ્રશ્નો ઊભા થયા છે

Next Story