ભરૂચ : નબીપુરમાં ચામડીના રોગ માટે યોજાયો વિનામુલ્યે નિદાન કેમ્પ, બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ચામડીના રોગ માટે વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

New Update

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ચામડીના રોગ માટે વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

Advertisment

ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે ભરૂચના ચામડીના રોગોના નિષ્ણાંત ડો. ઇલયાસ પટેલ અને ડૉ. અસીમ પટેલના સહયોગથી ચામડીના રોગના દર્દીઓ માટે વિનામુલ્યે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બન્ને તબીબો દ્વારા આવનાર દર્દીઓનું મફત નિદાન કરી જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પનો લાભ લેવા માટે વહેલી સવારથી જ દર્દીઓએ લાંબી કતાર લગાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા બદલ ડો. ઇલયાસ પટેલે નબીપુર સાર્વજનિક હોસ્પિટલના મેનેજમેન્ટ, સ્ટાફ અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment
Latest Stories