ભરૂચ: કાળઝાળ ગરમીમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ પિત્તો ગુમાવ્યો,વીજ કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ગયા

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ વીજ કંપનીની કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો

New Update

ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર એક અને બેમાં છેલ્લા પાંચે માસથી વોલ્ટેજ ડ્રોપથીની સમસ્યા અંગે આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર વીજ કંપની ખાતે કમ્પ્લેન કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચબત્તી ખાતે આવેલી વીજકંપનીની કચેરી ખાતે હલલબોલ કર્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી વિસ્તારના લોકો દ્વારા જીઇબી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે નવું ટીસી મૂકવામાં આવે જેના કારણે અવારનવાર વોલ્ટેજ ડ્રોપિંગથી વીજ કાપની સમસ્યાઓનું નિરાકરણ આવે પરંતુ ડીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં તેઓ રોષે ભરાયા હતા અને રાત્રીના સમયે ગાદલા તકિયા લઈ વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો

Latest Stories