ભરૂચ : વેસ્ટ બંગાળના યુવકનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

New Update

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે એ' ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisment

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના કસક ગરનાળા નજીક ભરૂચ રેલ્વે સ્ટેશન તરફના વિસ્તારની દુકાનો પાસે એક અજાણ્યો વ્યક્તિ બેભાન અવસ્થામાં હોવાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા 108 ઈમરજન્સીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં બેભાન અવસ્થામાં રહેલા વ્યક્તિના આરોગ્યની તપાસ કરતા તેને મરણ જાહેર કરાયો હતો. જેના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. બનાવની જાણ ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકને કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે તલાસી લેતા મૃતક પાસેથી આધારકાર્ડ મળી આવ્યો હતો. જેમાં આ યુવક મૂળ વેસ્ટ બંગાળનો 40 વર્ષીય ચંદન સરકાર હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે બિનવારસી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતક ચંદન સરકારના વાલી વારસાનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisment