Connect Gujarat
શિક્ષણ

ગુજકેટની પરીક્ષાની તારીખ થઈ જાહેર ,18 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા

18 એપ્રિલ 2022ને સોમવારના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે..

ગુજકેટની પરીક્ષાની તારીખ થઈ જાહેર ,18 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે પોતાનું બેસ્ટ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

ગુજકેટની પરીક્ષાની તારીખ 18 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. 18 એપ્રિલ 2022ને સોમવારના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.. રાજ્યના એક લાખ કરતા પણ વઘારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે. મહત્વનું છે કે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) એ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે વાર્ષિક પ્રવેશ પરીક્ષા છે.

જેના ફોર્મ 25 જાન્યુઆરીથી ભરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક - મશબ/૧૨૧૭૪૧૦૩૬૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે.NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૨ ની પરીક્ષા માટે રહેશે.

Next Story
Share it