Connect Gujarat
મનોરંજન 

'પઠાણ'ના શૂટિંગ માટે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જઈ શકે છે સ્પેન?, વાંચો સંપૂર્ણ સમાચાર

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણથી મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે.

પઠાણના શૂટિંગ માટે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જઈ શકે છે સ્પેન?, વાંચો સંપૂર્ણ સમાચાર
X

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણથી મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. હવે માહિતી આવી રહી છે કે શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ શૂટ કરવા માટે નીકળી શકે છે.

ફિલ્મની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે શાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ માર્ચના પહેલા સપ્તાહમાં ફિલ્મ પઠાણના શૂટિંગ માટે સ્પેન જઈ શકે છે. જ્યાં ફિલ્મના અનેક મહત્વના દ્રશ્યો ફિલ્માવવામાં આવનાર છે. તે જ સમયે, રિપોર્ટ અનુસાર, ટીમ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં મુંબઈમાં ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ પણ કરશે. મુંબઈમાં શૂટ પૂર્ણ કર્યા બાદ ટીમ સ્પેન શિડ્યુલ માટે રવાના થશે. મળતી માહિતી મુજબ, પઠાણનું સ્પેન શિડ્યુલ ગયા વર્ષે શૂટ થવાનું હતું.

પરંતુ કોરોના વાયરસના ત્રીજા મોજાને કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. હવે સ્થિતિ સામાન્ય થયા બાદ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષની શરૂઆતમાં પઠાણના દુબઈ સેટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો. જેમાં એક્ટર ચાલતી કારની ઉપર ઉભા રહીને ફાઈટ સિક્વન્સનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Next Story