Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: એક મહિનાથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી,ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

X

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે.વરસાદ નહીં થતાં ખેડૂતોની મકાઈમાં ઈયડનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ભૂંડનો ત્રાસથી પણ ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે.ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રામ પંચાયત વિસ્તારોમાં ખેડૂતોના પાકમાં ઈયડનો ઉપદ્રવ છે જેને લઇને ખેડૂતો હવે વરસાદની આશા રાખીને બેઠા છે.ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદ પૂરતો થયો નથી, જેને લઇને હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે... ખેડૂતોનું કહેવું છે કે સારા પાકની આશા સાથે તેમને મકાઈ, અડદ, તુવેર, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું જોકે હવે વરસાદે હાથ તાળી આપતા તેઓને કેવું ઉત્પાદન મળે છે તેના પરમિટ મંજરાઈ રહી છે.હાલ તો ખેડૂતો વરસાદની આશા રાખીને આકાશ પર નજર રાખી રહ્યા છે

Next Story