ભરૂચ : અંકલેશ્વરમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
BY Connect Gujarat27 July 2021 7:32 AM GMT

X
Connect Gujarat27 July 2021 7:32 AM GMT
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના સૂત્રો અંકલેશ્વર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે સુરવાડી ગામના રઘુવીર નગરમાં એક આરોપી ગાંજાના જથ્થાનું વેચાણ કરી રહયો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા આરોપીના મકાનમાંથી રૂપિયા 25,220ની કિમતનો 2.552 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કુલ રૂપિયા 26,220નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અજય ગઢવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story