Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : PM મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી શુભારંભ…

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો

ગાંધીનગર : PM મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી શુભારંભ…
X

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેમાં ઇન્ડિયાસ્ટેક, માય સ્કીમ, ચિપ ટુ સ્ટાર્ટ અપ સહિતની 7 વિવિધ પહેલનું ઉદઘાટન થતાં લોક સુખાકારીમાં વધારો થયો છે.

ડિજિટલ ઈન્ડિયા વીક-2022'નો દેશવ્યાપી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ 21મી સદીમાં નિરંતર આધુનિક ભારતની ઝલક લઈને આવ્યો છે. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે. તેને ભારતે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વિશ્વ સમક્ષ રાખ્યું છે. એટલું જ નહીં, જનધન, મોબાઈલ અને આધાર એટલે કે, JAM(જેમ)નો ફાયદો ગરીબોને મળ્યો છે. 10 વર્ષ પહેલાં બર્થ સર્ટિ., બેન્ક જ્યાં જુઓ ત્યાં લાઈન લાગતી, હવે બધુ ઓનલાઈન થયું છે, તેથી લાઈનોમાંથી મુક્તિ મળી છે. તો ડિજિટલ ઈન્ડિયાથી દેશના લોકોની સુખાકારી વધી, અર્થતંત્રને વેગ મળ્યો છે.

દર વર્ષે ડિજિટલ ઈન્ડિયામાં નવા આયામો પ્રાપ્ત કર્યા છે. આજના કાર્યક્રમમાં નવા પ્લેટફોર્મ લોન્ચ થયા છે. તે ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારે છે. આ પ્લેફોર્મનો સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને લાભ થશે. મિનિમમ ગર્વનમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી દેશમાં નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. તેમજ ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story