જામનગર : રૂ. 1 કરોડના ખર્ચે અતિ જૂની સરકારી લાયબ્રેરીનું કરાશે આધુનિકરણ…

જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે,

New Update
જામનગર : રૂ. 1 કરોડના ખર્ચે અતિ જૂની સરકારી લાયબ્રેરીનું કરાશે આધુનિકરણ…

જામનગરની અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે તંત્ર દ્વારા આધુનિકરણ કરવામાં આવશે, ત્યારે જિલ્લા સરકારી પુસ્તકાલયને સંપૂર્ણ કોમ્પ્યુટરરાઇઝ સાથે અનેક સુવિધાઓ આપવામાં આવનાર છે. જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે, તેવી ખાતરી વિધાનસભામાં મંત્રીએ આપતા શહેરના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

Advertisment

જામનગર શહેરની અતિ પ્રાચીન જિલ્લા સરકારી પુસ્તકાલયને ઘણા સમયથી આધુનિકરણ કરવાની અને બિલ્ડિંગને રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી હતી. આ દરમ્યાન શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ અંગે વિધાનસભામાં પ્રશ્ન પૂછતા કેબિનેટ મંત્રી મુળુ બેરાએ જામનગરની લાયબ્રેરી વિષે કહ્યું હતું કે, તેને રૂપિયા 1 કરોડના ખર્ચે કોમ્પ્યુટરરાઇઝ કરવામાં આવી રહી છે, તેમજ લાયબ્રેરીનું આધુનિકરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી લાયબ્રેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચન માટે આવે છે, ત્યારે અલગ અલગ રૂમની ફાળવણી જેવી અનેક સુવિધાઓ અહી ઉપલબ્ધ કરવામાં આવનાર છે.

Advertisment
Latest Stories
Read the Next Article

ભરૂચ: વાલિયા પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ઘરે વીજ મીટરની ચકાસણી કરાય, રૂ.2 લાખ સુધીનો દંડ વસુલ કરાયો !

ભરૂચ જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય

New Update
IMG-20250521-WA0029
ભરૂચ જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોનુ લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય જે આધારે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેઓના ઘરે વિજ કનેકશન બાબતે તપાસ કરવા માટે DGVCLના અધિકારીઓની ટીમ સાથે રાખી વાલીયા પોલીસ સ્ટેશનના અસામાજીક તત્વો જેમા ભાવેશભાઇ ભગુભાઇ વસાવા રહે ભરાડીયા તા. વાલીયા જી.ભરૂચ, વિક્કી ઉર્ફે વિકાશ ઉર્ફે વિકેશભાઇ રવિદાસભાઇ વસાવા રહે.ભમાડીયા તા-વાલીયા જી-ભરૂચ, સુનીલ ઉર્ફે સુખી ઉર્ફે ગટી મનહરભાઇ વસાવા રહે.ભમાડીયા તા.વાલીયા જી.ભરૂચ, લાલુભાઇ ઉર્ફે માયા ડોન અંબુભાઇ વસાવા રહે. ચમારીયા ગામ તા.વાલીયા જી.ભરૂચ, સતનામ ઉર્ફે ધર્મેશભાઇ નારસિંગભાઇ વસાવા રહે. વાલીયા હનુમાન ફળીયુતા. વાલીયાના ઘરે પોલીસ ટીમ સાથે DGVCL ના અધિકારીઓએ વિજ કનેકશન બાબતે ચેકીંગ કરતા તેઓના મકાનમાં વીજ અંગેની ગેરરીતિ બહાર આવી હતી.આથી પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેઓ પાસે રૂ.2 લાખ સુધીનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
Advertisment
Latest Stories