Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ગિરનાર રોડ પર ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, મનપાના અધિકારીઓ દોડતા થયા

ગિરનાર રોડ પર ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ માર્ગ પર સિમેન્ટના પાઇપની આડસ મુકી મહાનગરપાલિકાની મનમાની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

X

જુનાગઢ શહેરના ગિરનાર રોડ પર ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ માર્ગ પર સિમેન્ટના પાઇપની આડસ મુકી મહાનગરપાલિકાની મનમાની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જુનાગઢ શહેરમાં મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9 એટલે મેયરનો વોર્ડ. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે ગંદકી અને રોગચાળો વકરી રહ્યો છે. પરંતુ મેયરના વોર્ડમાં જ આવી પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઊભા થયા છે. અનેકવાર મનપામાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે લોકોએ માર્ગ પર સિમેન્ટના પાઇપની આડસ મુકી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જોકે, આ મામલે મનપાના એક એન્જિનિયર દ્વારા પોલીસને બોલાવીને સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કરાયો હતો, ત્યારે આ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરે સ્થળ પર આવી આવતીકાલ સુધી ગટરની સફાઈ કામગીરી શરૂ કરવા આશ્વાસન આપ્યું હતું, ત્યારે હવે જોવું રહ્યું કે, મનપા દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવે છે કે, ફક્ત વાયદાઓ કરી પોતાની મનમાની જ કરે છે.

Next Story