Connect Gujarat
ગુજરાત

મહિસાગર : લુણાવાડાના ધારાસભ્યના હસ્તે શ્રમિકોને યુ-વિન કાર્ડનું વિતરણ કરાયું

ગુજરાત સરકારના વિવિધ અભિગમને આધારે લુણાવાડા ખાતે કામ કરતા શ્રમિકો માટે યુ-વિન કાર્ડનું વિતરણ કરાયું

મહિસાગર : લુણાવાડાના ધારાસભ્યના હસ્તે શ્રમિકોને યુ-વિન કાર્ડનું વિતરણ કરાયું
X

ગુજરાત સરકારના વિવિધ અભિગમને આધારે મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે કામ કરતા શ્રમિકો માટે નિર્માણ કાર્ડ કે, જેને યુ-વિન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુથારકામ, કડિયાકામ, દરજીકામ, હાથધરી, વાયરમેન, પાથરણાવાળા અને કલરકામ જેવા અનેક છૂટક મજૂરી કરતા શ્રમિકોને આ કાર્ડ ખૂબ જ ઉપયોગી નીવડે છે.

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં શ્રમિકોને અકસ્માત, ગંભીર બીમારીઓ, બાળકોનું શિક્ષણ સહિત વિવિધ તાલીમ તેમજ કાનૂની સહાય માટે પણ આ કાર્ડ ખૂબ જ લાભદાયી પુરવાર થાય તેમ છે, ત્યારે લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક દ્વારા શ્રમિકોને યુ-વિન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. જેને લઇને કાયમી લાવીને રોજનું ખાતા નાનામોટા વેપારીઓને આ કાર્ડ ખૂબ જ લાભદાયી થવા પામ્યું છે, ત્યારે આ યુ-વિન કાર્ડ મળતા લુણાવાડા શાકભાજી એસોસીએશનના સભ્ય યોગેશ રાણાએ ધારાસભ્યના આભાર સહ ગુજરાત અને દેશના વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story