પાટણ જિલ્લાના ડીસા તાલુકા નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, ડીસા તાલુકાના વાગડોદ ગામ નજીકથી સરસ્વતીના રેચવી ગામના દેસાઈ પરિવારના સભ્યો પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન માર્ગ પર અચાનક આખલો આવી ચઢતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક, ડમ્પર અને આખલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, દેસાઈ પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, ત્યારે હાલ તો આ અકસ્માતમાં માતા, પુત્ર અને પુત્રીનું મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.