સાબરકાંઠા : વેપારીને ચપ્પુની અણી બતાવી રૂ. 1 લાખથી વધુની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર...

લુંટારુ ટોળકીએ બિસ્કીટના વેપારીને માર માર્યા બાદ ચપ્પુ બતાવી રૂપિયા 1 લાખથી વધુ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવતા જિલ્લાભરનું પોલીસ તંત્ર દોડતુ થયું હતું.

New Update

સાબરકાંઠા જિલ્લાના ઈડર-વલાસણા હાઈવે પર ગત સોમવારે મોડી રાત્રે લુંટારુ ટોળકીએ બિસ્કીટના વેપારીને માર માર્યા બાદ ચપ્પુ બતાવી રૂપિયા 1 લાખથી વધુ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવતા જિલ્લાભરનું પોલીસ તંત્ર દોડતુ થયું હતું. બનાવ અંગે પોલીસે 4 અજાણ્યા લુંટારુ સામે લૂંટનો ગુનો નોંધી ઘટના સ્થળ પરથી મળી આવેલા બાઈકના આધારે ગુનેગારો સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

Advertisment

ઈડરના દામોદર વિસ્તારમાં ક્રિષ્ણા જનરલ સ્ટોર નામે ચોકલેટ બિસ્કીટનો વેપાર કરતા પારસસિંહ મોઢસિંહ રાજપુરોહિત નામના વેપારી સોમવારે રાત્રે દુકાન બંધ કરી દુકાનના વકરાની રૂપિયા 95 હાજરા રોકડ રકમ સાથે બાઈક પર ઉમેદગઢ જવા માટે નિકળ્યા હતા. તે દરમ્યાન મણિયોર નજીક બાઈક પર આવેલા 4 બુકાનીધારી લૂંટારૂએ વેપારીને ઉભા રહેવા ઈશારો કર્યો હતો. જોકે, તેમ છતાં વેપારીએ બાઈક ઉભું ન રાખતાં એક લુંટારુએ ચપ્પુ કાઢ્યું હતું. જેને કારણે ગભરાય ગયેલા વેપારીએ બાઈકને ઉભુ રાખ્યું હતું. ત્યારબાદ ચારેય લુંટારુ વેપારીને ખેંચીને રોડની સાઈડમાં આવેલા કપાસના ખેતરમાં લઈ ગયા હતા. ખેતરમાં જઈ વેપારીને માર મારી તથા ચપ્પુ બતાવી રૂપિયા 95 હજારની રોકડ સાથેની બેગ તથા રૂ. 10 હજારનો મોબાઈલ પડાવી લીધો હતો, ત્યારે રોડ પરથી પસાર થતાં અન્ય વાહનને જોઈ વેપારીએ બુમાબુમ કરતા વાહન ઉભુ રહ્યું હતું. જેને કારણે ચારેય લૂંટારુ તેઓની બાઈક રોડ પર મુકીને ફરાર થઈ ગયા હતા. બાદમાં વેપારીએ રોડ પર આવી ઉભા રહેલા વાહનચાલકને સઘળી હકિકત જણાવતા તે થકી ઉમેદગઢ પોલીસને જાણ કરાય હતી. વેપારી લૂંટાયાની જાણકારી બાદ ઈડર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારુ જે બાઈક લઈને આવ્યા હતા, તે ચોરીની હોવાનું સામે આવ્યું છે. આ બાઈક હિંમતનગરથી ચોરાયાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બાદમાં રાત્રે જ પોલીસે આ ઘટના અંગે વેપારીની ફરિયાદ લઈ 4 અજાણ્યા લૂંટારુ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુનેગારો સુધી પહોંચવા FSL તથા ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી હતી.

Advertisment
Latest Stories