Connect Gujarat
ગુજરાત

રાજ્યના આ બે જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા અપાયું સૂચન

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યનાં બે જિલ્લા એટલે કે, દ્વારકા અને પોરબંદર પર અતિભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના આ બે જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા અપાયું સૂચન
X

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યનાં બે જિલ્લા એટલે કે, દ્વારકા અને પોરબંદર પર અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરિયો ન ખેડવાની પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે. આ વરસાદી રાઉન્ડ બાદ સાતમી સપ્ટેમ્બરે પણ ફરીથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસથી પડતા સારા વરસાદને કારણે રાજ્યમાં સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બેથી પાંચ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં કચ્છ ,જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

ગત 24 કલાકમાં અંજારમાં 7 ઇંચઆજ સવારના 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ અંજારમાં 7 (166મિમી) ઇંચ, ગાંધીધામ 3 ઇંચ (82 મિમી), નખત્રાણા 6 મિમી, ભચાઉ પોણા 2 ઇંચ(42 મિમી), ભુજ 2 ઇંચ(51મિમી), મુન્દ્રા સવા 3 ઇંચ (84 મિમી), માંડવી 2 ઇંચ (52 મિમી), રાપર 9 મિમી, અને સૌથી ઓછો છેવાડાના લખપતમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.

મળતા આંકડા પ્રમાણે, છેલ્લા 2 દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં વધારો થયો છે. ગુજરાતમાં હવે 42 ટકા વરસાદની ઘટ છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસથી સારા વરસાદને કારણે રાજ્યમાં સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બેથી પાંચ ઈંચ જેટલો જ વરસાદ છે. જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી કચ્છ, સહિતના લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદને કારણે સુકાતા ખરીફ પાકને નવજીવન મળી ગયું છે. નદી-નાળા-ડેમોમાં પણ નવા પાણી આવવાની સાથોસાથ તળ પણ જીવંત થતા ઘણી રાહત થઈ છે.

Next Story