Connect Gujarat
ગુજરાત

વડોદરા : 2.35 કરોડો રૂા.ના સોનાની ચોરીમાં છારા ગેંગની સંડોવણી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપી ઝડપી પાડયો.

વડોદરા : 2.35 કરોડો રૂા.ના સોનાની ચોરીમાં છારા ગેંગની સંડોવણી
X

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતના 4 કિલો સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરીને બે બાઇક સવાર ફરાર થઇ ગયા હતાં. તારીખ 18મી જુનના રોજ બનેલી ઘટનાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી એક આરોપીને ઝડપી પાડયો છે. આ ગુનામાં છારા ગેંગની સંડોવણી પોલીસની તપાસમાં બહાર આવી છે.

તારીખ 18મી જુનના રોજ રાજકોટની વી. રસિકલાલ જવેલર્સ કંપનીના કર્મચારીઓ અંદાજીત ચાર કીલો સોનાના દાગીના લઇને કારમાં વડોદરાના જવેલર્સને આપવા માટે આવ્યાં હતાં. વડોદરા ખાતે તેઓ છાણી જકાતનાકા પાસે ચા-નાસ્તો કરવા માટે રોકાયાં હતાં.આ વેળા બાઇક પર આવેલાં બે યુવાનો કારનો કાચ તોડી કારમાં રાખેલી કાળા રંગની બે બેગ ઉઠાવી ફરાર થઇ ગયાં હતાં. બંને બેગમાં 2 કરોડ રૂપિયા ઉપરાંતની કિમંતનું ચાર કીલો જેટલા સોનાના દાગીના હતાં. આ સમગ્ર ઘટના આજે સવારે 11 વાગ્યાની આસપાસ બની બતી. જોકે, પાંચ કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં બનતા ધાડ, લુંટ, ચોરી જેવા ગંભીર ગુનાઓ બનતા તેને ઉકેલી કાઢવાની ખાસ જવાબદારી ડીસીપી ક્રાઇમ પ્રેમવિર સિંગએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, આસ્ટોડીયા માંડવીની પોળના નાકે અમીત રાકેશ અભવેકર (છારા) સોનાના દાગીના લઇને ફરી રહ્યો છે. જેની તપાસ કરતા અમીત પાસેથી રૂ. 26 લાખ રૂપિયાની કિંમતના વિવિધ સોનાના દાગીના મળી આવ્યાં હતા. પોલીસે અમિતની પુછપરછ કરતાં તેણે વટાણા વેરી દીધાં હતાં અને વડોદરામાંથી સોનાના દાગીના ઉઠાંતરી કરી હોવાની કબુલાત કરી હતી.

તેણે જણાવ્યું હતું કે, તેની સાથે મનોજ કનૈયાલાલ સિંધી, ઉતમ આત્મરામ છારા, વિશાલ વિક્રમ તમંચે, બોબી બળવંત રાઠોડ, સન્ની સુર્વે તમંચે સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો. તા. 18 જુનના રોજ મનોજ સિંધીની ઇનોવા કાર, એક્સીસ મોપેડ અને બાઇક લઇને વડોદરા છાણી જકાતાનાકા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં હોન્ડા અમેઝ કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડી ડેકી ખોલી અંદર પડેલા સોનાના દાગીના ભરેલો થેલો ચોરી ફરાર થઇ ગયા હતા.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા અમિત છારાને વડોદરાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Story