Connect Gujarat
ગુજરાત

બજેટમાં રાજ્યના ખેડૂતો માટે શું થઇ જાહેરાત, જાણો વધુ..?

નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજયના વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રની ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતોને લઈને મહત્વના એલાન કર્યા હતા

બજેટમાં રાજ્યના ખેડૂતો માટે શું થઇ જાહેરાત, જાણો વધુ..?
X

નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજયના વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રની ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતોને લઈને મહત્વના એલાન કર્યા હતા ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરતા ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આગામી સમયગાળામાં રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે

ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે,ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છેબાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ. કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.તો આ સાથે જ મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરાયેલ છે.

Next Story