Connect Gujarat
આરોગ્ય 

જામફળનું સેવન શિયાળામાં બનશે સ્વાસ્થ્ય પ્રદ

જામફળ પોષક તત્વોનો ભંડાર છે, જેમાં વિટામીન સી, લાઈકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં હોય છે.

જામફળનું સેવન શિયાળામાં બનશે સ્વાસ્થ્ય પ્રદ
X

શિયાળાની ઋતુમાં મળતા જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ સમયે બજારમાં નવી સીઝનના જામફળનું વેચાણ થઈ રહ્યું છે. જામફળ ખાટા-મીઠા ફળ છે. જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. તે વજનને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ છે. આ ફળ સુગરના દર્દીઓ માટે ઉત્તમ ઉપાય છે. તેનું સેવન કરવાથી સુગર કંટ્રોલ રહે છે.

જામફળ પોષક તત્વોનો ભંડાર છે, જેમાં વિટામીન સી, લાઈકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. જામફળની સાથે તેના પાંદડા પણ ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે. શિયાળામાં જામફળનું સેવન ખૂબ ફાયદાકારક છે. શરીરમાં લોહીની ઉણપ પૂરી કરે છે, સાથે સાથે શિયાળામાં શરદી અને ખાંસીમાંથી પણ રાહત આપે છે. જામફળ શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે છે. જાણો આવા ઉપયોગી જામફળના શું ફાયદા છે.

જામફળ રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો :-

આ બદલાતી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, ત્યારે આ ઋતુમાં જામફળનું સેવન ખૂબ ફાયદાકારક છે. જામફળ રોગપ્રતિકારક શક્તિ વધારશે, સાથે સાથે તમને ઉર્જા પણ આપશે.

પાચનશક્તિ રહે છે સારી :-

અન્ય ફળોની સરખામણીમાં જામફળમાં સૌથી વધુ ફાઇબર હોય છે, જે કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. જામફળના બીજ ગેસ અને અપચોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. અને સાથે હૃદયને સ્વસ્થ રાખવામાં જામફળ ખૂબ અસરકારક છે. જામફળમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામિન્સ અને ઘણા પોષક તત્વો હોય છે જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.

ડાયાબિટીસને રાખે છે નિયંત્રિત :-

જામફળમાં હાજર ફાઇબર તેના ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જામફળમાં કુદરતી સુગર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક બની શકે છે.

ત્વચા માટે પણ છે ફાયદા કારક :-

જામફળ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જામફળમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

Next Story