Connect Gujarat
દેશ

UNમાં PM મોદીના ભાષણની કોંગ્રેસે ઉડાવી મજાક: ચિદમ્બરમે કહ્યું કોઈએ તાળી પણ ન વગાડી

કોંગ્રેસ નેતાઓ દ્વારા PM મોદી પર આ મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યો છે

UNમાં PM મોદીના ભાષણની કોંગ્રેસે ઉડાવી મજાક: ચિદમ્બરમે કહ્યું કોઈએ તાળી પણ ન વગાડી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતરોજ શનિવારે સાંજે UNમાં મહાસભાને સંબોધન આપ્યું હતું. આ સબોધનને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગૌરવવંતી ગણાવ્યું. જ્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા PM મોદી પર આ મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યો છે. જેમા ખાસ કરીને પી. ચિદંબરમ અને કપિલ સિબ્બલે PM મોદી સામે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદંબરમે ટ્વીટ કરીને એવું કહ્યું કે PM મોદીના ભાષણ વખતે અમુકજ સીટ ભરેલી હતી. સાથેજ તેમણે એવું પણ કીધુ કે સંબોધન બાદ કોઈએ તાળી પણ ન વગાડી. વધુમાં તેમણે કહ્યું જ્યારે વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે સીટો ખાલી જોઈને મને ઘણી નીરાશા તઈ હતી. સમગ્ર મામલે પી. ચિદંબરમે એવું કહ્યું છે કે કોઈ પણ તાળી ન વગાડી તે સૌથી નિરાશાજનક બાબત હતી. સાથેજ તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું સ્થાયી મિશન પણ ખોરવાઈ ગયું છે. બીજી તરફ કપીલ સીબ્બલે ટ્વીટ કરીને PM મોદીને મધર ઓફ ઓલ ડેમોક્રેસી જણાવ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે મને આશા છે કે યોગીજી અને હિંમત બિસ્વા સાંભળી રહ્યા છે. સંયુ્ક્ત રાષ્ટ્ર મહાસાભામાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન અને ત્યાના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. જેમા તેમણે કહ્યું કે દેશો આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને સમજવુ જોઈએ કે આતંકવાદ તેમના માટે પણ ખતરો છે. અફઘાનિસ્તાનની સ્થિતી પર તેમણે કહ્યું કે વિશ્વનો કોઈ પણ દેશ ત્યાની સ્થિતીને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ ન કરે તે માટે સતર્ક રહેવું જરૂરી છે.

Next Story