Connect Gujarat
દેશ

દેશના 6 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દે ધનાધન

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.

દેશના 6 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દે ધનાધન
X

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનમાં 200 નાના-મોટા ડેમ ઓવરફ્લો થયા છે અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો છે. યુપીમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર છે અને બિહારમાં ખતરાની નજીક છે. નોંધનિય છે કે, મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે પણ અતિભારે વરસાદની ચેતવણી છે.મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે રાજધાની ભોપાલમાં ઘણા વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ સાથે ઘણા જિલ્લાઓમાં વરસાદની રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના લઈને એલર્ટ જાહેર કર્યા બાદ 11 જિલ્લાની શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યની તમામ મોટી નદીઓ તણાઈ રહી છે. ડેમમાં વધુ પાણી આવતા દરવાજા ખોલવામાં આવ્યા છે. બીજી તરફ ભોપાલમાં અવિરત વરસાદને કારણે 200થી વધુ વિસ્તારો અને કોલોની માં પાણી ભરાઈ ગયા છે તો બીજીબાજુ રાજસ્થાનમાં છેલ્લા 48 કલાકમાં પડેલા વરસાદને કારણે રાજ્યમાં સિઝનનો 20.35 ઈંચ વરસાદ નોંધાયો છે. કોટામાં 20.47 ઈંચ વરસાદ નોંધાયો છે. આંકડાઓની દ્રષ્ટિએ તે 25.80% વધુ છે. તમામ જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 716 નાના-મોટા ડેમમાંથી 200થી વધુ ડેમ પાણીની ઘટને કારણે ઓવરફ્લો થયા છે. રાજધાની જયપુર વાત કરીએ તો સિઝનનો વરસાદ ક્વોટા પૂરો થઈ ગયો છે. અહીં સિઝનમાં 19.78 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 19.79 ઇંચ વરસાદ પડ્યો છે

Next Story