છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 3.37 લાખ કેસ નોંધાયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસ વધીને 21 લાખ થઈ ગયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.37 લાખ કેસ નોંધાયા છે
દેશમાં કોરોનાને કારણે 488 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,88,884 લોકોના મોત થયા છે. દેશના 5 સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 48,270 કેસ નોંધાયા છે. આ પછી કર્ણાટક (48,049 કેસ), કેરળ (41,668 કેસ), તમિલનાડુ 29,870 કેસ, ગુજરાતમાં 21,225 કેસ નોંધાયા છે. દેશમાં મળી આવેલા કુલ કેસોમાંથી 56.0% કેસ આ 5 રાજ્યોમાં મળી આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં 14.29% કેસ છે. ભારતમાં રિકવરી રેટ વધીને 93.31% થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,63,01,482 દર્દીઓ સાજા થયા છે.